ઉદ્દેશો | અમારા વિષે | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

ઉદ્દેશો

 1. સંગીત, નૃત્‍ય અને નાટ્યના ક્ષેત્રે અભ્‍યાસ, મંચન (Performance) અને સંશોધનને ઉત્તેજન આપવું.
 2. સંગીત, નૃત્‍ય અને નાટ્ય ક્ષેત્રે કાર્યરત સંસ્‍થાઓ, સંઘો અને મંડળોની પ્રવૃત્તિઓનું સંકલન કરવું અને તે પ્રવૃત્તિઓના વિકાસ અર્થે તેમને ઉત્તેજન આપવું. આ કળાઓના ક્ષેત્રે કાર્યરત વ્‍યક્તિ વિશેષોને પણ સહાય કરી ઉત્તેજન આપવું.
 3. સર્વ રંગમંચિત કલાઓને ઉત્તેજન આપવા તે અંગે અભ્‍યાસ વર્તુળો, શિબિરો પરિષદો, વર્કશોપ્‍સ અને સેમીનાર આયોજન કરવું, કરાવવું, નાટ્ય મહોત્‍સવ અને સ્‍પર્ધાનું આયોજન કરતી સંસ્‍થાઓને ઉત્તેજન આપી સહાય કરવી.
 4. સંગીત, નૃત્‍ય અને નાટ્યના વિષયો પરનાં પુસ્‍તકોનું પ્રકાશન કરવું અને અન્‍ય સંસ્‍થાઓને તે પ્રકારનાં પુસ્‍તકો, અભ્‍યાસલેખો કે સંશોધિત સામગ્રીના પ્રકાશન માટે આર્થિક સહાય આપી ઉત્તેજન આપવું.
 5. અકાદમીના નિયમો પ્રમાણે સંગીત, નૃત્‍ય અને નાટ્યની પ્રવૃત્તિ કરતાં સંઘો, સંસ્‍થાઓ કે મંડળોને માન્‍યતા આપી તેમને પ્રવૃત્તિઓના વિકાસ અર્થે આર્થિક સહાય આપવી.
 6. અકાદમીના નિયમો પ્રમાણે રંગમંચીય કલાના ક્ષેત્રે વિશ્વ વિદ્યાલયમાં કે ખ્‍યાતનામ સંસ્‍થામાં ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે ગુજરાતના યોગ્‍ય કલાકારોને શિષ્‍યવૃત્તિઓ અને પારિતોષિકો આપવાં.
 7. રંગમંચિય કલાની કેળવણી આપતી સંસ્‍થાઓ સ્‍થાપવા ઉત્તેજન આપવું.
 8. અકાદમીએ પોતાનું સામાયિક પ્રગટ કરવું.
 9. પારંપરીક રંગમંચ, બાળકો માટેનો રંગમંચ અને એમેટર નાટ્ય પ્રવૃત્તિને ઉત્તેજન આપી તેના વિકાસ માટે સહાય કરવી.
 10. અકાદમીએ પોતાનું સમૃદ્ધ પુસ્‍તકાલય શરૂ કરવું, જેમાં રંગમંચીય અને તેને સંલગ્‍ન કલાઓના દરેક સ્‍તરનાં પુસ્‍તકો વસાવવા અને સામયિકો અને સમાચાર પત્રો મંગાવવા.
 11. અકાદમીએ એક આર્કાઇવ્‍સની સ્‍થાપના કરવી. જેમાં રંગમંચીય કલા અને કલાકારો પરની ફિલ્‍મો, વીડીયો ફિલ્‍મો, સંગીતની ઓડિયો રેકોર્ડઝ, ટેઇપ્‍સ, ફોટોગ્રાફસ, દશ્‍યરચના, ઇતિહાસ પેઇન્‍ટીંગ, ગ્રંથો ઇત્‍યાદિનો અભ્‍યાસ અર્થે સંગ્રહ હોય, સાથે સાથે આધુનિક ઓડીયો વિઝયુલ સાધનો વસાવવાં.
 12. લોકનૃત્‍ય, પારંપારિક સંગીત અને પારંપારિક રંગમંચના, અસલ સ્‍વરૂપોની રક્ષા કરવી. સાચવવા અને તેનું કેવળ વ્‍યાપારીકરણ ન થઇ જાય તેની ચોકસાઇ રાખવી.
 13. રાજ્ય, જિલ્‍લાઓ, આંતરરાજ્ય અને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે કાર્ય કરતી સંસ્‍થાઓ વચ્‍ચે સંપર્ક રાખવો. માહિતીની આપલે કરવી, કલાકારો, તથા વિશેષજ્ઞો, નાટ્ય પ્રયોગો, પ્રદર્શનો, સંગીત તથા નૃત્‍યના પ્રયોગોનું આદાનપ્રદાન યોજવું.
 14. સંગીત નૃત્‍ય અને નાટ્યના ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન કરનાર કલાકારો અને વિદ્વાનોને સન્‍માનથી વિભૂષિત કરવા.
 15. વૃદ્ધ, બિમાર, અશક્ત કે નિરાધાર કલાકારોને, કલાકારોની વિધવાઓને અને કલા વિદ્વાનોને અકાદમીના નિયમો પ્રમાણે આર્થિક અને અન્‍ય સહાય કરવી.
 16. ગુજરાત સરકાર કે ભારત સરકારને માટે અથવા તેમના વતી ઉપરોકત ઉદ્દેશ્‍યોની પૂર્તિ કરે તેવા કોઇપણ કાર્યોની જવાબદારી સ્‍વીકારીને પાર પાડવી.
 17. રાષ્‍ટ્રીય અકાદમીનાં કે દેશની અન્‍ય કોઇપણ રાજ્ય કે રાષ્‍ટ્રીય સ્‍તરની સંગીત, નૃત્‍ય અને નાટ્યનાં ક્ષેત્રે કામ કરતી સંસ્‍થામાં પ્રતિનિધિનાં નામ કે નામો નકકી કરી ગુજરાત સરકારને મોકલવા.
 18. નાટ્ય પ્રવૃત્તિના સતત અને સ્‍થાયી વિકાસ માટે જરૂરી બજેળ ફાળવી ‘રેપર્ટરી’ શરૂ કરવી.
 19. નવાં નાટકોના નિર્માણ માટે ઉત્તેજન આપવું અને આર્થિક સહાય કરવી.
 20. સંગીત નૃત્‍ય અને નાટ્યના ઉચ્‍ચ અભ્‍યાસ અર્થે તાલીમ સંસ્‍થા સ્‍થાપવી, ચલાવવી અને આવી અન્‍ય માન્‍ય સંસ્‍થાઓને કેળવણી માટે, રેપ્‍ર્ટરી ચલાવવા કે કેળવણીને અનુસાંગીક પ્રોજેકટસ માટે અનુદાન આપવું.
 21. અકાદમીના ઉદ્દેશોને સિદ્ધ કરવા અને તેનો વિકાસ કરવા જે કોઇ પ્રવૃત્તિઓ અકાદમીને આવશ્‍યક લાગે તે કરવી.
 22. સંગીત, નૃત્‍ય નાટક અને પારંપારિક લોકકલાઓની જાણકારી કલાકારો, તજજ્ઞોને, વિદ્વાનોને અને જીજ્ઞાસુઓને જ્યારે જોઇએ ત્‍યારે વિગતવાર મળી રહે તે માટે માહિતી વિભાગ સ્‍થાપવો.
 23. અકાદમીના ઉદ્દેશોની પૂર્તિ કરવા લવાજમ ભેટ, અનુદાન કે કોઇપણ સ્‍વરૂપમાં નાણાભંડોળ, સ્‍થાવર, જંગમ મીલકત કે વસ્‍તુઓ મેળવવી કે સ્‍વીકારવી.
 24. અનામત નાણાં ભંડોળનું યોગ્‍ય રોકાણ કરવું અને અવારનવાર ઠરાવવામાં આવે તે રીતે તેમાંથી આવકનો કે તેનો ઉપયોગ કરવો.
 25. અકાદમીના ઉદ્દેશો માટે જરૂરી લાગે તેવી લીઝ, સ્‍થાવર અથવા જંગમ મિલકત અને હક્કો ખરીદવા અને તેનો વહીવટ કરવો.
 26. અકાદમીના ઉદ્દેશો અને જરૂરી નાણાં મેળવવા લોન લેવી અને તે માટે જરૂરી લાગે તે શરતોએ અને ખાસ કરીને બોન્‍ડઝ, મોરગેજ અને કાયમી કે અન્‍ય પ્રકારના ડીબેન્‍ચર, જેનો બોજ અકાદમીની હાલની કે ભવિષ્‍યની મિલકત પર પડે તે રીતે અથવા અન્‍ય કોઇ રીતે કાઢીને લોન લેવી અને આ પ્રકારની દેવાની રકમનો નિકાલ કરવો.
 27. અકાદમીની મિલકત અને તેના હક્કોનું વેચાણ, વિકાસ વ્‍યવસ્‍થા, ફેરબદલી, લીઝ, મોરગેજ કરવા અથવા સદર મિલકત અને હક્કોને કાઢી નાખવા અન્‍ય કોઇ પણ રીતે તેની વ્‍યવસ્‍થા કરવી.
 28. ચેક દ્વારા નાણાં ઉપાડવા આપવા, સ્‍વીકારવા, ડીસકાઉન્‍ટ કરવા અને જરૂરી સોદા કરવા.
 29. મિલકત કે વસ્‍તુઓનો ઘસારો, વધારો, રીપેરીંગ જાળવળી અને હક્કોની જાળવણી માટે રિઝર્વ ફંડ, સિન્‍કીંગ ફંડ અને બીજા વિશિષ્‍ટ ફંડો ઉભા કરવા અને જાળવવાં.
 30. ગુજરાત સરકારનાં શિક્ષણ મંત્રાલય તરફથી તા. ૨૪-૯-૯૦નાં ઠરાવ ક્રમાંકઃ સનન/૧૦૮૫/૧૪૭૨૪/૫, કરવામાં આવેલ ઠરાવથી સ્‍થાપવામાં આવેલી ગુજરાત સંગીત નૃત્‍ય નાટ્ય અકાદમી પાસેથી તેની સ્‍થાવર જંગમ મિલકત તથા ફિલ્‍મો, ચોપડીઓ, ટેઇપ્‍સ, સ્‍ક્રીપ્‍ટસ સામાયિકો, ફર્નિચર હિસાબો ઇત્‍યાદિ મેળવી લેવું.
 31. અકાદમીના ઉદ્દેશો સિદ્ધ કરવા અને તેને વિકસાવવા જે કોઇ પ્રવૃતિ અકાદમીને આવશ્‍યક લાગે તે રીતે કરવી.
 32. વહીવટી, ટેકનીકલ, કારોબારી કે બીજી નોકરીની જગ્‍યાઓ જરૂરત પ્રમાણે સર્જવી અને તે અંગે અકાદમીના ધારાધોરણ પ્રમાણે નિમણુંકો કરવી.
 33. અકાદમીના કાર્યોનું સંચાલિત કરાવ નિયમો, ધારાધોરણ અને પેટા નિયમો ઘડવા અને સમયે સમયે ગુજરાત સરકારની પરવાનગી મેળવી તેમાં ઉમેરો કરવો, સુધારા કરવા, ેરફાર કરવા, રદ કરવા.
 34. અકાદમીની આવક અને ખર્ચનો તથા જે રીતે આવક અને ખર્ચ થયો હોય તે બાબતોનો તથા મિલકત લેણાં અને દેવાની બાબતોનો ખરો હિસાબ રાખવામાં આવશે. સદર હિસાબની તપાસણી અંગેના સમય અને હિસાબની રીત અંગેના વયાજબી બંધનો જે રજીસ્‍ટ્રેશન ઓફ સોસાયટીના જે તે વખતના નિયમો પ્રમાણે અમલમાં હશે, તે મુજબ હિસાબોની વ્‍યવસ્‍થા કરવામાં આવશે. અકાદમીના હિસાબો સભ્‍યોની તપાસણી માટે ખુલ્‍લા રહેશે. વર્ષના ઓછામાં ઓછી એક વખત હિસાબોની તપાસણી કરવામાં આવશે અને તેના સરવૈયાના ખરાપણા અંગે ઓડીટર કે ઓડીટરોનું પ્રમાણપત્ર મેળવવામાં આવશે.
 35. અકાદમીની સ્‍થાવર જંગમ બધી જ મિલકત અંગે કારોબારી સમિતિ ખર્ચ-હકક ધરાવશે.
 36. અકાદમીની આવક અને મિલકત જ્યારે હોય ત્‍યારે અકાદમીના મેમોરેન્‍ડમ ઓફ અસોસીએશનમાં જણાવેલા ઉદ્દેશો સિધ્‍ધ કરવા માટે જ વાપરી શકાશે. સદર આવક કે મિલકતનો કોઇપણ ભાગ જે અકાદમીના વર્તમાન કે ભવિષ્યના સભ્‍યોને કે કોઇપણ સભ્‍યને ડીવિડન્‍ડ, બોનસ કે નફાના કોઇપણ સ્‍વરૂપમાં પરોક્ષ કે અપરોક્ષ રીતે આપવામાં આવશે નહિ, અને એ પ્રકારે આપવા માટે ફેરબદલ કરવામાં આવશે નહી. પરંતુ અકાદમીના પગારદાર, હોદ્દેદારો, નોકરો, કલાકારો, અકાદમીના અન્‍ય કોઇ સભ્‍ય, અથવા વ્‍યક્તિને જેનાં કાર્ય માટે મહેનતાણું આપવાનું કે ઠરાવવામા; આવ્‍યું હોય તેમનાં વેતન કે પુરસ્‍કાર તરીકે નાણાં ચુકવવામાં આવી કોઇ મુશ્‍કેલી ઉપસ્‍થિત થતી નથી.
 37. તા. ૨૪-૯-૯૦નાં ઠરાવ ક્રમાંક : સનન-૧૦૮૫અ૧૪૭૨૪-૫ થી ગુજરાત સરકારે સ્‍થાપેલી સંગીત નૃત્‍ય નાટ્ય અકાદમીએ પોતાનો બધો જ વહીવટ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી જે દિવસથી સોસાયટી રજીસ્‍ટ્રેશન એકટ-૧૮૬૦ અને બોમ્‍બે પબ્‍લીક ટ્રસ્‍ટ એક્ટ-૧૯૫૦ પ્રમાણે રજીસ્‍ટર્ડ થાય તે દિવસે તેને સોંપી દીધેલ ગણાશે.
 38. અકાદમીને બંધ કરવામાં આવે કે વિખેરી નાંખવામાં આવે તો તેવા સંજોગોમાં અકાદમીની મિલકત, દાવા અને જવાબદારીનો દેવાની પતાવટ કર્યા બાદ અકાદમીની મિલકત કે નાણાં ભંડોળમાંથી બચત રહે તો સદર બચત અકાદમીના સભ્‍યોમાં વહેંચવામાં આવશે નહીં, પરંતુ અકાદમી વિખેરવા માટે બોલાયેલ સભામાં પ્રત્‍યક્ષ હાજર રહેલા સભ્‍યોનાં ર/૩ સભ્‍યોની સંમતિથી તેનો ઉકેલ સોસાયટી રજીસ્‍ટ્રેશન એક્ટ, ૧૮૬૦ ની કલમ (સેકશન્‍સ) ૧૩ અને ૧૪ (એક્ટ – ૧૮૬૦ નો છે તે) પ્રમાણે લાવવો.
 39. કારોબારી સમિતિના ત્રણ સભ્‍યોએ પ્રમાણિત કરેલ અકાદમીના નિયમો અને ધારાધોરણની ત્રણ નકલો રજીસ્‍ટ્રાર ઓફ જોઇન્‍ટ સ્‍ટોક કંપનીઓ, અમદાવાદને મેમોરેન્‍ડમ ઓફ એસોસીએશન સાથે ફાઇલ કરાવવી.
backtotop