૫રિચય | અમારા વિશે | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

૫રિચય

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી જે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના હસ્તક એક એકમ તરીકે કાર્યરત હતી તેને તા.૦૧/૦૯/૧૯૯૨ થી રાજ્ય સરકારશ્રીએ સ્વાયતા આપીને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરીકેનો દરજ્જો આપેલ છે. અકાદમીને સ્વાયત્તતા આપવા પાછળનો મુખ્ય હેતુ સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલા ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો, કલાકાર કસબીઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ ધ્વારા તેમના અનુભવ, જ્ઞાન અને તેમના સહયોગથી આયોજન પ્રવૃતિઓને આ ક્ષેત્રને મહત્તમ વિકાસ થાય અને આ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારશ્રી તરફ એક સ્વતંત્ર તંત્ર ધ્વારા કાર્યરત રહે જેથી ઉજ્જ્વળ વિકાસની તકો પ્રાપ્ત થતી રહે તે જ રહ્યો છે.

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના તા.૨૫/૦૬/૨૦૧૯ ના ઠરાવ નં.સનઅ/૧૦૨૦૧૪/૧૫૪૭/ભાગ -૧/અ અન્વયે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષશ્રી તરીકે શ્રી પંકજ ભટ્ટ (રાજકોટ) ને એક વર્ષની મુદ્દત માટે નિમણૂંક કરવામાં આવેલ છે. જેઓએ અધ્યક્ષનો હવાલો સંભાળેલ છે.

અત્યાર સુધીમાં અકાદમીને કુલ ૧૦૦.૦૦/- લાખનું કોપર્સ ફંડ આપવામાં આવ્યું છે. આ અકાદમી ધ્વારા વર્ષભર રંગમંચલક્ષી કલાના ક્ષેત્રની વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધા અને સમારોહ, નાટ્ય લોકકલા, સંગીતની તાલીમ, શિબિરો, સંગીત નાટ્ય ભારતી મહાવિદ્યાલય રાજકોટની વાર્ષિક પરીક્ષા, યુવા અને લબ્ધ પ્રતિષ્ઠિત કલાકારોના શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના કાર્યક્રમો, સુગમ સંગીત સંમેલન, તાનારીરી શાસ્ત્રીય સંગીત સમારોહ, ભક્તિ સંગીત સમારોહ, લોકનૃત્ય સમારોહ, શાસ્ત્રીય નૃત્ય સમારોહ, રાજ્ય એકાંકી નાટ્ય સ્પર્ધા અને રાજ્યકક્ષાએ ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા અને નામાંકિત કલાકારોને ગૌરવ પુરસ્કાર ગુરૂ –શિષ્ય પરંપરા હેઠળ સંગીત, નૃત્ય, લોકનૃત્ય, નાટકની તાલીમ આપવી, ભવાઇ સંમેલન, વિશ્વ રંગભૂમિદિન નાટ્ય મહોત્સવ પ્રતિભાશાળી નાટ્ય ધ્વારા નાટ્ય/દિગ્દર્શક સહાય યોજના, મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ, શરદોત્સવ પં.નંદન મહેતા શાસ્ત્રીય સંગીત સ્પર્ધા અને સમારોહ ઉપરાંત વિવિધ તાલીમ શિબિરો અને પરિસંવાદોનું આયોજન જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવે છે.

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી જે દિવસથી સોસાયટી રજીસ્‍ટ્રેશન એકટ-૧૮૬૦ અને બોમ્‍બે પબ્‍લીક ટ્રસ્‍ટ એક્ટ-૧૯૫૦ પ્રમાણે રજીસ્‍ટર્ડ થાય

backtotop