પુરસ્કાર | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

પુરસ્કાર

શ્રીમતિ દીપ્‍તિ સુભાષ બ્રહ્મભટ્ટ (જોષી)

શ્રીમતિ દીપ્‍તિ સુભાષ બ્રહ્મભટ્ટ (જોષી)

દીપ્‍તિ જોષી એક સહ્યદયી ગુજરાતી કલાકાર છે. સમજ્યા વિના કોઇપણ પાત્રને હાથમાં ન લે અને જો લે તો એને પૂરેપૂરો ન્‍યાય આપે. ગુજરાત યુનિવર્સિટીના યુથ ફેસ્‍ટીવલમાં ૧૯૭૫ માં ભવન્‍સ કોલેજમાંથી આ કલાકાર ઉભરી આવ્‍યા. ચીલાચાલુ નાટકોમાં ભાગ લેવા કરતાં અભિનયન અને કથાવસ્‍તુનું કલેવર મજબૂત હોય એવા નાટકોને પ્રાધાન્‍ય આપ્‍યું. ખાસ કરીને દર્પણ એકેડમી દ્વારા પ્રસ્‍તુત કોમેડિયા દલા આર્ટ સ્‍ટાઇલમાં ભજવાયેલું નાટક ‘‘વાહ વાહ રે મે’’, અમદાવાદમાં અને ગુજરાતના નાના-મોટા શહેરોમાં ખૂબ ખ્‍યાતિ પામ્‍યું. આ ઉપરાંત રશિયન નાટ્યકાર ગોગોલનું નાટક ‘પોલં પોલં’ (ઇન્‍સ્‍પેકટર જનરલ) અમદાવાદ, રાજકોટ, જામનગરમાં ખૂબ વખાણાયું હતું.

ઇર્વીનશોનું નાટક ‘‘બરી ધ ડેડ’’ અમદાવાદમાં એન્‍વાયમેન્‍ટલ થિયેટર તરીકે ગુજરાતી સાહિત્‍ય પરિષદ ખાતે ભજવાયું. આ નાટક જોવા અનેક લોકો સાહિત્‍ય પરિષદ ખાતે આવતા હતા. આ ઉપરાંત સ્‍ટ્રીનબર્ગનાં ‘‘ ધી ફાધર’’ – વંધ્‍ય નાટકમાં દીપ્‍તિ જોષીએ અરવિંદ વૈદ્ય અને રાજુ બારોટની સામે જબરદસ્‍ત ઝિંક ઝીલી હતી. દીપ્‍તિ જોષનો અભિનય આજે પ્‍ણ જો પ્રેક્ષકોને યાદ હોય તો તે નાટક હતું જ્ઞાનપીઠ પુરસ્‍કૃત પન્‍નાલાલ પટેલનું ‘‘માનવીની ભવાઇ’’. ભરત દવે દિગદર્શિત આ નાટકમાં રાજુડીના પાત્રમાં દીપ્‍તિ પાસેથી ભરતભાઇએ ખૂબ ઠાવકાઇ પૂર્વક કામલીધું હતું. ખુદ પન્‍નાલાલ પટેલ અને ઉમાંશકર જોષી પણ દીપ્‍તિના અભિનય પર વારી ગયા હતાં અને ખિસ્‍સામાં જેટલા પૈસા લાવ્‍યા હતા તે બધાં જ આપીને ગયા હતાં.

દીપ્‍તિએ અમદાવાદ અને મુંબઇના અનેક કલાકારો સાથે કામ કર્યું છે. એક સુંદર કોમેડી નાટક હતું ‘‘આપણું કંઇક કરો ને’’. હસમુખ ભાવસાર, હર્ષદ શુકલ, જીતેન્‍દ્ર ઠકકર અને દીપ્‍તિ જોષીની પ્રત્‍યેક એન્‍ટ્રી ઉપર ઓડિયન્‍સ દાદ આપતું હતું. આજે પણ કોઇ સામે મળી જાય તો હજુય કહે છે ‘‘ આપણું કંઇક કરો ને’’.

દર્પણ એકેડમીના ઉપક્રમે દીપ્‍તિએ ઇપ્‍સનનું નાટક ‘‘ડોલ્‍સ હાઉસ’’ ભજવ્‍યું. જેમાં તેણે ભજવેલું ‘નોરા’ નું પાત;ર આજે પણ અનેક લોકોને બરાબર યાદ છે. દીપ્‍તિ જોષીએ ભજવેલા જાણીતા નાટકોમાં રવિન્‍દ્રનાથ ટાગોરનું ‘મુક્તધારા’, ચિનુ મોદીનું ‘જાલકા’, સર્વેશ્વરદયાલ સકસેનાનું ‘બકરી’, ઉમાશંકર જોષીનું ‘ખેતરને ખોળે’ અને ‘ઉડણ ચરકલડી’ તથા પ્રબોધ જોષીનું ‘બહોત ન્‍હાયો ગોપાલ’ નોંધપાત્ર છે. આ ઉપરાંત અભિજાત જોષીનું ‘મર્મભેદ’ અને સૌમ્‍ય જોષીનું ‘વોટર ઓ વોટર’ દીપ્‍તિના અભિનયના ઉત્તમનાટકો છે. મનુભાઇ પંચોળીના નાટક ‘સોદા’ અને નવલકથા સોક્રેટીસ આધારીત રાજુ બારોટ દિગદર્શિત ‘કશુક ભાળી ગયેલો માણસ’ વગેરે નોંધપાત્ર છે. આવા ગૌરવવંતા કલાકાર શ્રીમતિ દીપ્‍તિ સુભાષ બ્રહ્મભટ્ટ (જોષી) ને નાટ્યક્ષેત્રનો ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્‍કાર એનાયત કરતા અમને આનંદ છે.

શ્રી સુમન હિરાલાલ શાહ

શ્રી સુમન હિરાલાલ શાહ

નાટ્ય ક્ષેત્ર

રંગભૂમિના કર્મયોગી જીવનયાત્રાના કલામય ૭પ વર્ષ પણ પૂર્ણ કરેલ એવા આ જન્‍મકલાકાર શ્રી સુમન શાહ એક અનોખા ચિત્રકાર છે.

કલાના વિવિધ પાસાંઓ પર હાથ જમાવ્‍યો છે. એક સારા ચિત્રકા કે જેમની પીંછીમાંથી નીતરતા અનેક રંગોએ ચિત્રકલા રસિકોને મંત્રમુગ્‍ધ કર્યા છે.

પણ સિદ્ધિનાં સર્વોચ્‍ચ શિખર સર કરવાની ખેવનાએ તેમણે આટલેથી જ સંતોષ નહીં માનતાં નાટ્યક્ષેત્રે ઝૂકાવ્‍યું અને મ્‍યુઝીક કોલેજમાં નાટકનો અભ્‍યાસ કરી ડીપ્‍લોમાં કોર્સ પૂર્ણ કરેલ છે.

રંગભૂમિને કર્મભૂમિ બનાવી અનેક નાટકોનું દિગદર્શન કર્યું છે. તેમજ મુખ્‍ય ભૂમિકાઓ પણ ભજવી છે.

જીવનમાં નવ દાયકા પૂર્ણ કરવાની તૈયારી છતાં જોમ અને જુસ્‍સો હજી પણ પીંછીમાંથી નીતરતા કે વાણીમાંથી ઝરતા જોવા મળે છે.

તેમણે કલાકાર તરીકેની કારકિર્દી સાથે જ આજીવિકાના માધ્‍યમતરીકે રેલ્‍વેમાં નોકરી કરેલ છે.

રંગમંચ સાથે જ દામ્‍પત્‍ય જીવનના અવસરને સરખાવનાર શ્રી સુમન શાહને કલા વૈવિધ્‍ય ભૂમિપરનો કોઇ એવો રંગ નથી જે ન સ્‍પર્શ્‍યો હોય.

શ્રી કૌશિક ડાયાભાઇ સિંધવ

શ્રી કૌશિક ડાયાભાઇ સિંધવ

નાટ્ય ક્ષેત્ર

ગુજરાતી રંગભૂમિના પ્રખર કલાકાર ગણાતાં કૌશિક સિંધવ છેક વૈષવ વયથી, એટલે કે છેલ્‍લા પપ વર્ષથી સાતત્‍યપૂર્ણ રીતે રેડિયો, ટી.વી. અને વિશેષતઃ રંગભૂમિના એક ધ્રુવ તારક સમા કલાકાર રહ્યા છે. બાલભવનથી લઇ છેક કલાનિકેતન તથા સરકારી સહિતની વિસેક સંસ્‍થાઓના મુખ્‍યત્‍વે ૮૦ થી ૯૦ નાટકોને પોતાના બાળુકા અભિનયથી ઝળકાવી જાણ્‍યા છે.તેઓની આ લાંબી યાત્રા દ્વારા પત્તાની જોડ, કુંવારાની લીલા, અભિલાષા, જીવનસાથી, તુગલક, તોખાર, આંખોની આરપાર, વાવ, સંભવામિયુગે યુગે, માણસાઇના દિવા, એન્‍ડ અબોવ ઓલ, વહુએ વગોવ્‍યા મોટા ખોરડાં, દેવાયત આયર, પહાડનું બાળક કયાં, રવિન્‍દ્રનાથ ટાગોર, રઘુકુળ રિતીમાં દશરથ, કેવટ તથા રાવણની ત્રણ ત્રણ ભૂમિકાઓ અને મહાપ્રયાણમાં સરદાર પટેલ જેવી ભૂમિકાઓમાં અભિનય ક્ષમતા પુરવાર કરી છે. જેની મુંબઇ સમાચાર તથા રાજસ્‍થાન પત્રિકા જેવા વર્તમાનપત્રોએ પણ નોંધ લીધી. વાયબ્રન્‍ટ ગુજરાત તથા રણ મહોત્‍સવના ૭ નાટકોમાં જોધા માણેકે, વેગડાની ભીલ તથા ડૉ. વી. એન. ગાણીલની ભૂમિકાઓ પણ આબાદ ભજવી. ૧૧ નાટકોનાં દિગ્‍દર્શન પર પણ હાથજ અજમાવ્‍યો. માન-સન્‍માન પારિતોષિકો તેઓ અનેક પામ્‍યા. માધ્‍યમોએ મુલાકાતો પણ રજૂ કરી.

૪૦ વર્ષ થયાં આકાશવાણીના, પ્‍ણ તેઓ નાટ્ય કલાકાર રહ્યા છે. અંદાજીત ૪પ૦ થી વધુ નાટકોના શ્રાવ્‍યક્ષમપર્ફોમન્‍સને કારણે મહત્‍વનો કહી શકાય તેવો ગ્રેડ ‘‘એ’’ નો એવોર્ડ આકાશવાણી દિલ્‍હીએ તેઓને ૧૯૯૭ માં આપ્‍યો.

ટી.વી. ના પ્રોજેક્ટસમાં પણ તેઓએ ખૂબ કામ કર્યું. ૧૯૮૭ માં રાષ્‍ટ્રીય ચેનલ દૂરદર્શનની ‘‘અમૃતા’’, ઝી ટી.વી.ની ‘‘જય સ્‍વામિનારાયણ’’ તથા ‘‘જનનીની જોડ’’ સીરીયલ્‍સમાં અભિનય ઓપાવ્‍યો.

કૌશિક સિંધવ લોકનૃત્‍યકાર પણ રહ્યાં એશિયાડ-૮૩ ના દિલ્‍હી ખાતેના ઉદ્ઘાટનમાં દાંડિયા-રાસની પણ રમઝટ બોલાવી આવ્‍યા છે. નાટ્ય વિષયક અનેક લેખો ઉપરાંત શેકસપિયર, સુંદરીથી લઇ પ્રવીણ જોષી જેવા અનેક નાટ્ય કર્મયોગીઓ સહિત ૧૧૦ જેટલાં સંશોધનાત્‍મક આલેખનો પણ તેઓએ અખબારો, મેગેઝીન્‍સમાં આલેખ્‍યા છે.

જનરલ કરી અપ્‍પા, ઢેબરભાઇ, ઇન્‍દીરા ગાંધી સહિત માનનીય શ્રી નરૈન્‍દ્રભાઇ મોદી જેવાં અનેકાનેક મહાનુભાવોની મુલાકાત – અભિનંદન મેળવી ભાગ્‍યશાળી બનેલા ૭૦ વર્ષીય કૌશલ સિંધવ જાણે પોતે જ લાઇવ નાટક સમા છે. તેઓના આ દીર્ધ નાટ્ય પ્રદાન માટે પૂ. મોરારીબાપુએ સન્‍માનપત્ર આપી સન્‍માન પણ કર્યું હતું. આવા કૌશિક સિંધવને નાટ્યક્ષેત્રે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્‍કાર આપી અમે ધન્‍યતા અનુભવીએ છીએ.

શ્રી દીપક શાંતિકુમાર રાજા

શ્રી દીપક શાંતિકુમાર રાજા

સંગીતક્ષેત્ર

ભાવનગરની ભૂમિપર જન્‍મેલા અને મુંબઇ સ્‍થિત શ્રી દીપક રાજા વિખ્‍યાત સંગીતકાર છે.

ગૌરવ પુરસ્‍કૃત અને સિતારવાદક શ્રી અરવિંદ પરીખના માર્ગદર્શન હેઠળ સંગીતની સાધના કરી અને પારંગત થયા.

સતત ર૦ વર્ષ સુધી ગાયન તાલીમ પંડિત ઢોંડુતાઇ કુલકર્ણી પાસેથી મેળવી.

૧૯૬૮ માં યોજાયેલ પ્રથમ ઓમકાર ઠાકુર મેમોરીયલ સંગીત સ્‍પર્ધામાં વીજેતા બન્‍યા.

સુરબહાર વાદનની સઘન તાલીમ લઇ છેલ્‍લા દસ વર્ષથી ભારતીય સંગીતને આતંરરાષ્‍ટ્રીય સ્‍તરે પ્રકાશિત કરવા આઇ.એ.એમ. ને માર્ગદર્શન અને સલાહ આપી રહ્યા છે.

આઇ.એ.એમ. ના પ્રકાશન માટે સંગીત અંગેના લેખો લખે છે, તેમજ તેની સી.ડી. પણ પ્રકાશિત કરવામાં આવે છે.

અતયાર સુધી ૧૦૦ જેટલા લેખો પ્રકાશિત થઇ ચૂક્યા છે. વિશ્વસ્‍તરે સંગીતના વિદ્યાર્થીઓએ તેમજ અભ્‍યાસી વર્ગ ધરાવતા સંગીત રસિકોએ આ લેખોનો બહોળો ઉપયોગ કર્યો છેએ જ તેમની સફળ કારકિર્દી સૂચવે છે.

તેમની આ યશગાથાની અનેક વિવેચકોએ નોંધ લીધી છે.

દેશના અગ્રગણ્‍ય પ્રકાશનોમાં તેમના પ્રકાશિત થયેલા લેખો જેવા કે શ્રુતિ (ચેન્‍નાઇ) સંગીત નાટક સાહિત્‍ય અકાદમી (દિલ્‍હી) કે જે દુનિયાભરમાં પ્રશંસનીય નીવડ્યા છે.

તેમના લેખોનું પુસ્‍તક પ્રકાશન થયેલ છે જેની આમુખ/પ્રસ્‍તાવના પંડિત શિવકુમાર શર્મા, પંડિત ઉલ્‍હાસ કશલકર તેમજ શ્રી અરવિંદ પરીખ જેવા અગ્રગણ્ય સંગીતકારોએ લખી છે.

વર્ષ ૨૦૦૯ માં બે વર્ષ માટે તેઓ શ્રીને ભારતી સાંસ્‍કૃતિક વિભાગ દ્વારા ભારતીય મ્‍યુઝીકના સાધાન, ર૦ મી સદીના પૃથ્‍થકરણ રીસર્ચ માટે સીનીયર ફેલોશીપ આપવામાં આવી છે.

વર્ષ ૨૦૧૩ માં ભારીય સંગીત પ્રત્‍યેના યોગદાન માટે વસંતરાય દેશપાંડે પ્રતિષ્‍ઠાન પૂર્ણે દ્વારા વસંતરાય દેશપાંડે સ્‍મૃતિ સન્‍માનથી સન્‍માનિત કરવામાં આવેલ છે.

શ્રીમતિ આરતી સૌમિલ મુન્‍શી

શ્રીમતિ આરતી સૌમિલ મુન્‍શી

સંગીતક્ષેત્ર

શિશુવયથી જ ગુજરાતી સુગમસંગીત ક્ષેત્રે સક્રિય આરતી મુનશીએ આ ક્ષેત્રના દિગ્‍ગજ કલાકારો પાસેથી સીધું માર્ગદર્શન મળ્યું છે. એમની અસાધારણ સ્‍મૃતિશક્તિને કારણે વિવિધ સ્‍વરકારોની અનેક સ્‍વરબદ્ધ રચના સચવાઇ શકી છે અને આજે એ સંગીત શિક્ષિકા તરીકે શાળાના શિષ્‍યોને પદ્ધતિસરનું સંગીત શિક્ષણ આપે છે.

આરતીની વિશેષતા એમનું ગાયન છે. સ્‍પષ્‍ટ ઉચ્‍ચારણ દ્વારા રચનાના શબ્‍દ અને સિદ્ધ કંઠ દ્વારા સ્‍વરાંકનને ભાવક સુધી પહોંચાડતા આરતી મુનશી કવિતાના ભાવપક્ષને સંપૂર્ણ ન્‍યાય કરે છે. આરતી મુનશી એ આપણે ગરવો ગુજરાતી ટહુકો છે. એમની આ પ્રતિભાનું સન્‍માન કરતાં ગુજરાત સરકારે તેમને શ્રે્ષ્‍ઠ પ્રતિભા સંપન્‍ન નારીઓમાં એમનો સમાવેશ કરાવ્‍યો છે.

શ્‍યામલ સૌમિલ મુનશી સાથે સુગમસંગીત, ભક્તિ સંગીત, રાસ ગરબાનાં લગભગ ૪૦૦૦ જેટલા કાર્યક્રમો ભારતભરમાં અને વિદેમાં રજૂ કર્યા છે અનેક ટેલિવિઝન કાર્યક્રમો, પાર્શ્‍વગાયન, ઓડિયો આલ્‍બમ આજે આરતી મુનશીના સૂરીલા કંઠથી હર્યાભર્યા છે. હજારોની મેદનીમાં રમાતા ગરા હોય કે લગ્‍નપ્રસંગે ગવાતા સુમધુર લગ્‍નગીતો હોય. ભક્તિરસથી ભરેલો કાર્યક્રમ હોય કે પછી કોઇપણ પ્રકારનો થીમબેઝ કાર્યક્રમ હોય કે પછી કોઇપણ પ્રકારનો થીમબેઝ કાર્યક્રમ હોય, આવા કાર્યક્રમો સફળ થવામાં આરતી મુનશીનો કંઠ નિમિત્ત બન્‍યો છે.

આવા સિધ્‍ધહસ્‍ત કલાકારને સંગીત ક્ષેત્રે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્‍કાર દ્વારા સન્‍માનિત કરતા અમને ગર્વ છે.

પંડિત શ્રી દિવ્‍યાંગ વકીલ

પંડિત શ્રી દિવ્‍યાંગ વકીલ

સંગીત ક્ષેત્ર

વિશ્‍વ વિખ્‍યાત તાલગુરૃ અને જ્ઞાન ઉપાસક પંડિત દિવ્‍યાંગ વકીલ છેલ્‍લા ૩૫ વર્ષી વિશ્વસ્‍તરે ભારતીય સંગીત, આદ્યાત્‍મ અને તત્‍વજ્ઞાનનો પ્રચાર કરવાનું ભગીરથ કાર્ય કરે છે.

ચાર વર્ષની વયે તેમણે તબલા શીખવાની શરૂઆત તેમના ગુરૂ શ્રી નર્મદાશંકર પાસેથી કરી. ત્‍યારબાદ તબલાના પ્રતિષ્‍ઠિત ધરાનાઓ અજરાડા, દિલ્‍હી અને પંજાબના તાલીમગુરૂઓ પંડિત સુધિરકુમાર સકસેના, ઉસ્‍તાદ લતિફ અહેમદ ખાન, ઉસ્‍તાદ અલ્‍લારખાં પાસેથી તાલીમ લીધી.

નાની ઉંમરથી તેમણે તબલાના કાર્યક્રમો શરૃ કરી ભારતના ખ્‍યાતનામ કલાકારો સાથે કાર્યક્રમો કર્યા. કારકિર્દીના મધ્‍યાહને પોતાના વિદ્યાર્થીઓના ઘડતર ઉપર પૂર્ણ ધ્‍યાન કેન્‍દ્રિત કરવા, વિશ્વભરમાં સંગીત શિક્ષા-સંસ્‍થાઓની સ્‍થાપના કરવા તેમજ આદ્યાત્‍મ અને તાલવિદ્યાને જોડતા સેતુને સમજવા તેમણે પોતાની તબલાવાદક તરીકેની કારકિર્દીનો ત્‍યાગ કર્યો.

૧૯૭૯ થી તેઓએ તબલા શીખવાડવાની શરૂઆત કરી. તેમની સંસ્‍થાઓ સ્‍વરગુર્જરી પબ્‍લિક ચેરિટેબલ ટ્રસ્‍ટ, રીધમરાઇડર્સ અને તાલીમસ્‍કુલ ઓફ ઇન્‍ડિયન મ્‍યુઝીક (યુ.એસ.એ.) સંગીત જગતમાં પોતાનું વિશેષ સ્‍થાન ધરાવે છે.

તેમના વિદ્યાર્થીઓ ગુજરાત ભરમાં પોતાનું આગવું સ્‍થાન ધરાવે છે કે જે સર્વવિદિત છે. છેલ્‍લા ૧૭ વર્ષોથી તેઓ વિશ્‍વના ૩૦ દેશોમાં ફરી ભારતીય સંગીત તેમજ તત્‍વજ્ઞાનનો પ્રચાર કરી રહ્યાં છે. તેમના વિદ્યાર્થી ૨૫ થી પણ વધુ દેશોમાં ફેલાયેલા છે. ૩૫ થી વધુ વિદ્યાર્થીઓની પોતાની આગવી સંગીત સંસ્‍થાઓ કાર્યરત છે. તેમના બે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શ્રી નયન પંચોલી અને શ્રી મુંજાલ મહેતા ગુજરાત ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત થઇ ચૂક્યાં છે. તેમની સાઉથ કોરિયન વિદ્યાર્થીની વોન જોગ જીન અને અમેરિકન વિદ્યાર્થીનીસેજલ કુકડિયાએ પંડિતજીના માર્ગદર્શન હેઠળ તબલા ઉપરના પાઠ્ય પુસ્‍તકોની રચના કરી પ્રકાશિત કરેલ છે.

પંડિતજી દ્વારા પ્રેરિત તાલીમસ્‍કુલ ઓફ ઇન્‍ડિયન મ્‍યુઝીક આજે અમેરિકાના ૪ રાજ્યોમાં ૧૯ કેન્‍દ્રો ઉપર ભારતીય સંગીતનું શિક્ષણ આપી રહી છે. પોતાના અપ્રિતમકાર્ય થકી તેઓ છેલ્‍લા ૧૭ વર્ષથી આંતરરાષ્‍ટ્રીય સંગીત વિશ્વમાં ગુજરાત રાજયના સ્‍થાન અને પ્રદાનનું મહત્‍વ વધારી રહ્યાં છે. વિશ્વભરમાં કઇ કેટલીયે યુનિવર્સિટીઝમાં તેઓ વ્‍યાખ્‍યાન આપતા રહે છે. ‘‘તાલવ્‍ય’’ જેવા તેમના દ્વારા રચિત વિભિન્‍ન તાલવૃંદો વિશ્વભરના અનેક સન્‍માનનીય અને પ્રખ્‍યાત મંચો ઉપર કાર્યક્રમો રજૂ કરી તબલાનો ફેલાવો કરી રહ્યાં છે.

હાલ તેઓ મ્‍યુઝીક, સાયન્‍સ અને સ્‍પિરિચ્‍યુઆલિટીને જોડતાં તેમના એક ખૂબ જ ગહન પ્રોજેક્ટ ‘‘રિધમ ઓફ ડેથ’’ ઉપર વિશ્‍વના અનેક વૈજ્ઞાનિકો અને ડૉક્ટરને સાથે લઇને ખૂબ જ ઊંડાણપૂર્વકનો અભ્‍યાસ કરી એક નવું જ ક્ષીતિજ આંબવાની કોશિશ કરી રહ્યાં છે.

તાલને ફકત મનોરંજન સુધી સીમિત ન રાખતા જીવનના દરેક સ્‍પંદનમાં જઇ તાલની ઓળખ કરી તેનો પ્રત્‍યક્ષ અનુભવ અને લોકોમાં ફેલાવો કરવાનું તેમનું સંકલ્પબદ્ધ કાર્ય અવિરતપણે આજે પણ ચાલુ છે. આવા તબલાનવાઝ પંડિત શ્રી દિવ્‍યાંગ વકીલને સંગીત ક્ષેત્રે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરી અઅમે હર્ષ અનુભવીએ છીએ.

શ્રીમતિ મીરા નીગમ ઉપાધ્‍યાય

શ્રીમતિ મીરા નીગમ ઉપાધ્‍યાય

નૃત્‍ય ક્ષેત્ર

ભરત નાટ્યમને જ જીવનના એક અભિન્‍ન ભાગ તરીકે ધારણ કરનાર મૂળ ભુજ-કચ્‍છના વતની છે. માતા ઉષાબેન ઠક્કર પાસેથી નૃત્‍યનો વારસો મેળવી પિતા વલ્‍લભાઇ ઠકકરના પ્રયત્‍નોથી નૃત્‍યની કારકીર્દિ શરૃ કરી.

એમ.એસ. યુનિવર્સિટી વડોદરા ખાતે પદ્મભૂષણ ગુરુવર્ય પાસેથી તાલીમ મેળવી ગુજરાતમાં ભુજ, વડોદરા, અમદાવાદ, ગાંધીધામ તેમજ લખનૌ, કાનપુર, દિલ્‍હી, ચેન્‍નાઇ, કોઇમ્‍બતુર વગેરે સ્‍થળોએ નૃત્‍યના કાર્યક્રમ રજૂ કરેલ છે.

દક્ષિણ પૂર્વ એશિયાના થાઇલેન્‍ડ, ઇન્‍ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્‍સ જેવા જુદા જુદા પ્રદેશોમાં કાર્યક્રમોનું આયોજન કર્યું.

યુ. એસ.એસ.આર. – રશિયામાં યોજાયેલ ‘‘ફેસ ઓફ ઇન્‍ડીયા’’ માં નૃતયની રજૂઆત કરી અને ભારત તેમજ ગુજરાતના નામનો ડંકો વગાડ્યો છે.

ગુજરાત સરકાર આયોજીત વાઇબ્રન્‍ટ ગુજરાત તથા રણોત્‍સવ દરમ્‍યાન પણ તેમણે પોતાની કૃતિઓ રજૂ કરેલ છે.

અષ્‍ટનાયિકા, દશાવતાર જેવી નૃત્‍યકૃતિઓ દ્વારા પ્રશંસા પ્રાપ્‍ત કરી છે. રાજકોટ અને અમદાવાદ ટી.વી. તેમજ ઝી ટી.વી. – ગુજરાતીમાં કાર્યક્રમો આપેલ છે.

નૃત્‍ય વ્‍યાખ્‍યાન માળાનું પણ તેમણે આયોજન કરેલ છે.

તેમના પતિ નિગમ ઉપાધ્‍યાય સુગમસંગીત ક્ષેત્રનો સૂરીલો કંઠ ગણાય છે. તેઓ આકાશવાણી રાજકોટ સાથે જોડાયેલ છે.

શ્રીમતિ મીરાબેન વર્ષોથી નૃત્‍યની તાલીમપણ આપે છે. તેમની બંને દીકરીઓ પણ માતાને પગલે જ નૃત્‍યક્ષેત્રે પ્રગતિ સાધી રહી છે. આવા શ્રીમતિ મીરા નિગમ ઉપાધ્‍યાયને નૃત્‍યક્ષેત્રે ગુજરાત રાજ્ય ગોરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ.

શ્રી પ્રિતી સાઠે

શ્રી પ્રિતી સાઠે

નૃત્‍ય ક્ષેત્ર

પ્રિતી સાઠે એટલે જયપુર ધરાનાના ઉચ્‍ચ કોટિના કથ્‍થક નૃત્‍ય કલાકાર. ૧૧ વર્ષની નાની ઉંમરે કથ્‍થકની કલા શીખવાની શરૂઆત કરી. પ્રિતી સાઠે જયપુર ધરાનાના સિધ્‍ધહસ્‍ત કથ્‍થક નૃત્‍ય કલાકાર પંડિત જગદીશ ગાંગાણી પાસેથી તાલીમ મેળવી. કથ્‍થકમાં બેચલર અને માસ્‍ટરની ડીગ્રી એમ. એસ. યુનિવર્સિટી, વડોદરાના પર્ફોમીંગ આર્ટમાંથી મેળવી. સન ૨૦૦૦ માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ‘કલ કે કલાકાર’ ના ખિતાબથી પ્રિતી સાઠેને નવાજવામાં આવ્‍યા. તેઓ આઇ. સી. સી. આર. ના માન્‍ય કલાકાર પણ છે. રાષ્‍ટ્રના મહત્‍વના મ્‍યુઝીક અને ડાન્‍સ ફેસ્‍ટીવલ જેવા કે રેઇનડ્રોપ ફેસ્‍ટીવલ મુંબઇ, જયપુર કથ્‍થક મહોત્‍સવ – જયપુર, સંગીત નાટક અકાદમી નૃત્‍ય પ્રતિભા-જોધપુર અને દિલ્‍હી, દિલ્‍હી કથ્‍થક કેન્‍દ્ર મહોત્‍સવ-દિલ્‍હી, મોઢેરા ડાન્‍સ ફેસ્‍ટીવલ, પંડિત હજારીલાલ જયંતિ-ન્‍યુ દિલ્‍હી, ગોવિંદ દેઓજી મંદિર જયપુર, સુરત, અમદાવાદ, રાજકોટ, માઉન્‍ટ આબુ, પુના, કીનકીના ડાન્‍સ ફેસ્‍ટીવલ મુંબઇ જેવા અનેક મોટાગજાના કાર્યક્રમોમાં પ્રિતી સાઠેએ તેમની આ કલાના દર્શન કરાવ્‍યા છે. ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી તથા કથ્‍થક ગુરૂ પંડિત બીરજુ મહારાજની ઉપસ્‍થિતિમાં તેમના પર્ફોમન્‍સ યોજાઇ ચૂક્યા છે. દહામયુનિવર્સિટી-લંડન વચ્‍ચે સાંસ્‍કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમમાં તેમની કલા તેમણે કલા તેમણે પ્રસ્‍તુત કરી છે.

શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ વડોદરા ગૌરવ પુરસ્‍કાર મેળવી ચૂકેલા શ્રી પ્રિતી સાઠેને ૨૦૧૩-૨૦૧૪ નો નૃત્‍ય ક્ષેત્રનો ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્‍કાર એનાયત કરતા અમને આનંદ છે.

શ્રીમતિ બીના મેહુલ મહેતા

શ્રીમતિ બીના મેહુલ મહેતા

નૃત્‍ય ક્ષેત્ર

બીના મહેતા એ પ્રખ્‍યાત નૃત્‍યાંગના છે. તેમણે પોતાની નૃત્‍યસફર દરમ્‍યાન બે શાસ્‍ત;રીય નૃત્‍યો ‘‘ભરતનાટ્યમ’’ અને ‘‘કૃચીપુડી’’ માં અનુસ્‍નાતક કક્ષા હાંસલ કરેલ છે.

તેમણે ‘‘ભારતીય લોકનૃત્‍ય’’ અને આંતરરાષ્‍ટ્રીય નૃત્‍ય ઉત્‍સવ કે જે ઇજિપ્‍તમાં યોજાયેલ, તેનું પ્રતિનિધિત્‍વ કરેલ છે. દિલ્‍હી ખાતે ‘‘હડ્ધૈટ્ટ ઠ્ઠિડ્ધી જીર્રુ’’ માં પણ પોતાની કલાકૃત્તિ રજૂ કરેલ છે.

તેમણે પોતાની આગવી શૈલી દ્વારા પાંચ શાસ્‍ત્રીય નૃત્‍યોનું એકત્રીકરણ કરી નૂતન શૈલી વિકસાવી છે, જે ખુબ જ પ્રશંસનીય છે. આ પાંચ શાસ્‍ત્રીય નૃત્‍યો ભરતનાટ્યમ, કુચીપુડી, ઓડિસી, મોહિની અટ્ટયમ અને કથ્‍થક છે. આ ઉપરાંત સૂફી શાસ્‍ત્રીય નૃત્‍ય પણ કર્યું છે.

તેમણે પોતાની આ કલાનો વારસો વિસ્‍તૃત ફલક પર પ્રસરે તે હેતુથી પોતાની અનુગામી પેઢીને પ્રાપ્‍ત થાય તે માટે કલાસંસ્‍થા ‘‘નયનરમ્‍ય’’ ની ૧૯૮૭ માં સ્‍થાપના કરી છે. જેમાં ભરતનાટ્યમ, કુચીપુડી ઉપરાંત અન્‍ય શાસ્‍ત્રીય નૃત્‍યોની તાલીમ આપવામાં આવે છે. તેમના તાલીમાર્થીઓમાં બાળકોની તેમની માતા સુધી તમામ વયજૂથનો સમાવેશ કરેલ છે.

તેઓએ અનેક પ્રસિધ્‍ધ કાર્યક્રમો રજૂ કરેલ છે. શરદ મહોત્‍સવ, લગ્‍નગીત, રાજસ્‍થાની લોકનૃત્‍ય - ‘‘મધુરીકા’’, કુચીપુડી શૈલીમાં ‘‘ગીતગોવિંદ’’ – સંસ્‍કૃતોત્‍સવ,

  • ૨૦૧૨ માં સૂફી શાસ્‍ત્રીય નૃત્‍ય
  • ઉતરાર્ધ ઉત્‍સવ – મોઢેરા સૂર્યમંદિર – સૂર્યસ્‍તુતિ
  • શાંતિનિકેતન ખાતે નૃત્‍યકૃતિની રજૂઆત
  • ગુજરાતી સાહિત્‍ય પરિષદ ખાતે ‘‘તેરી દિવાની’’
  • ગુજરાત યુનિવર્સિટી કન્‍વેન્‍શન હૉલ ખાતે ‘‘જીટ્ટઠ્ઠી’’
  • ગરવી ગુર્જરી નેશનલ ક્રાફટ ખાતે ‘‘બાવરા મન’’

જેવી અનેક સુંદર કૃતિઓ દ્વારા તેમણે પ્રસિદ્ધ પ્રાપ્‍ત કરી છે.

તેમની આ પ્રતિભાની રાજ્ય અને રાષ્‍ટ્રીય સ્‍તરે દ્રશ્‍ય-શ્રાવ્‍ય માધ્‍યમ દ્વારા નોંધ લેવામાં આવી છે. તેમની કૃતિઓમાં તેમણે રાધા, સરસ્‍વતી, સત્‍યભામા, તુલસી, મીરાં, રૂકમણી અને પદ્માવતી જેવાં પાત્રોને જીવંતતા આપી છે.

સતત ૩ વર્ષ સુધી આંતર કૉલેજ નૃત્‍ય સ્‍પર્ધામાં એવોર્ડ હાંસલ કર્યું છે.

૧૯૮૬ માં સરદાર પટેલ સ્‍ટેડીયમ, અમદાવાદ ખાતે શ્રી અમિતાભ બચ્‍ચન સાથે પર્ફોમ કર્યું છે.

તેઓને “Special Achievement Women Enterpreneur Award C 2014” એનાયત થયો છે.

વાઇબ્રન્‍ટ ગુજરાત અંતર્ગત એકમાત્ર કલાકાર કે જેમને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી તેમજ ચીનના પ્રમુખને સત્‍કારવાનો અવસર મળ્યો છે.

આવા સિધ્‍ધહસ્‍ત કલાકાર બીના મહેતાને નૃત્‍યક્ષેત્રે ગુજરાત રાજય ગૌરવ પુરસ્‍કાર એનાયત કરતા અમને આનંદ છે.

શ્રી વિનોદભાઇ નાયક

શ્રી વિનોદભાઇ નાયક

લોકકલા ક્ષેત્ર

અમદાવાદના ઇન્‍ડીયા કોલોની રોડ, બાપુનગર વિસ્‍તારમાં વસતા લોકનાટ્ય ભવાઇ તરીકે સિદ્ધ થયેલા શ્રી વિનોદભાઇ રમેશભાઇ નાયક દેશ-વિદેશમાં નામના મેળવી ચૂક્યા છે. તેઓ શ્રી નાનપણથી જ વારસામાં મળેલી લોકનાટ્ય ભવાઇ સાથે સંકળાયેલા છે.

ભૂંગળ, કાંસીજોડા અને તબલાં જેવા વાંદ્યો કે જે ભવાઇનાં મૂળ વાજિંત્રો છે તે વગાડવામાં પણ પારંગત એવા શ્રી વિનોદભાઇએ ભવાઇ વેશ ભજવવાની તાલીમ પ્રાપ્‍ત કરી છે.

૧૯૯૦ ની સાલમાં રાજ્ય કક્ષાની સાહિત્‍ય કલા અને સંગીત યુવા પ્રતિભાની શોધ-સ્‍પર્ધામાં લોકવાદ્ય સંગીતમાં પ્રથમસ્‍થાન મેળવેલ છે.

દર્પણ અકાદમી ખાતે વિદ્યાર્થીઓને ભવાઇની સંપૂર્ણ તાલીમ આપી છે.

આકાશવાણી અને દૂરદર્શન કેન્‍દ્ર અમદાવાદ જેવા દ્રશ્‍યશ્રાવ્‍ય માધ્‍યમો દ્વારા તેમની ભવાઇનું પ્રસારણ થયેલ છે.

૧૯૯૬ની સાલમાં અમૂલ ઉપર બનેલ દસ્‍તાવેજી ચિત્રમાં ભવાઇરૂપ હતું જેમાં ડાયરેકટર રાકેશ મહેરા સાથે રહીને કામ કરેલું છે.

૧૯૯૮ની સાલમાં નેશનલ સ્‍કુલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ ભવાઇ શીખવા આવેલા જેમની સમક્ષ ભવાઇના વેશો રજૂ કરી ભવાઇની ઝીણવટભરી તાલીમ આપેલ છે.

૨૦૦૬ ની સાલમાં સો વર્ષમાં એક જ વાર બનનાર ભવાઇ ‘‘ઇતિહાસ કા આયના’’ માં સૂચના પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર સાથે રહી લેખનથી લઇ તમામ પાસાંઓમા’ અસરકારક યોગદાન આપેલ છે.

ગુજરાત સરકારની અનેક યોજનાઓને ભવાઇના અસરકારક પાત્રો રંગલો-રંગલી દ્વારા ગામેગામ પ્રસારિત કરી છે અને નામના મેળવેલ છે.

તેઓ શ્રી અનેક ભવાઇ તાલીમશિબિરમાં તજજ્ઞ તરીકે સેવાઓ આપી રહ્યા છે.

અત્‍યારે લુપ્‍ત થતી ભવાઇની અસર પરંપરાનું મુળ પ્રમાણે વહન કરતા હોય એવા કલાકારો બહુ રહ્યા નથી, એવા સંજોગોમાં વિનોદભાઇ પોતે ભવાઇની કલાના વારસાને યથાવત જાળવી રહ્યા છે. અત્‍યારના સમય પ્રમાણે લોકનાટ્ય ભવાઇની પરંપરાને પુનર્જીવીત કરવા માટે અથાગ મહેનત કરી રહ્યા છે.

હાલ ભવાઇ કલાના આ વારસાને જાળવવા અને નાયક જ્ઞાતિની વારસામાં મળેલી આ ભવાઇને જીવંત રાખવા અંતિમશ્‍વાસ સુધી અથાગ પ્રયત્‍નો કરશે એવી તેમની અંતરની અભિલાષા છે.

શ્રી ભાસ્‍કર પ્રાગજીભાઇ બારોટ

શ્રી ભાસ્‍કર પ્રાગજીભાઇ બારોટ

લોકકલા ક્ષેત્ર

તળપદી શૈલીની વિસરાતી વાતોના વહેણને જીવંત રાખનાર અને ખાંભા-ગીરમાં જન્‍મલેનાર શ્રી ભાસ્‍કર બારોટ પરંપરાગત લોકસાહિત્‍ય અને ચારણી સાહિત્‍ય ગળથૂથીમાં પામ્‍યા છે. સિદ્ધ પિતા પ્રાગજી બારોટના પ્રસિદ્ધ પુત્ર ભાસ્‍કર બારોટ બાળપણથી જ સાહિત્‍યની સરવાણીમાંવહ્યા છે. પિતા પ્રાગજી બારોટ પાસે વાણી અને વક્તવ્‍યનું વરદાન હતું.

સંઘર્ષમય જીવન છતાં પણ સાહિત્‍યનો સમાગમન છોડ્યો. પી. ટી. સી. ની ડિગ્રી પ્રાપ્‍ત કરી શિક્ષણનો વ્‍યવસાય સ્‍વીકાર્યો. વ્‍યવસાય સાથે તેમણે ચારણ સમાજના પ્રતિષ્‍ઠિત કુટુંબ શ્રી કારણબાપુ – વલ્‍લભીપુરવાળના પરિવાર સાથે ઘરોબો કેળવ્‍યો.

ગુજરાત રાજ્યની સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓની હરિફાઇઓમાં પ્રથમ સ્‍થાન મેળવી પ્રખ્‍યાત થયા.

નમ્ર સ્‍વભાવ અને સાહિત્‍ય સાધના એમના સદ્ગુણો છે.

સેવાકીય અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિઓના પરમપૂજ્ય કથાકારો પૂજ્ય શ્રી મોરારિબાપુ અને પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્‍વામી સાથે અંગત ઓળખાણને પોતાની કમાણી લેખે છે.

લોકજીવનની વાતોને નાના ગામડાથી મહાનગર તેમજ દુબઇ, મસ્‍કત, શારજહા, બેંગકોક, હોંગકોક, મલેશિયા જેવા દેશો સુધી વિશિષ્ટ લોકશૈલીમાં રજૂ કરી લોકસાહિત્‍યની સેવા કરી છે.

પોતાની છેલ્‍લી એકોતેર પેઢીમાં પ્રથમ જ મેટ્રીક થનાર કુટુંબના સદ્ભાગી વ્‍યક્તિ છે.

૧૯૬૫ માં શ્રી મોરારિબાપુને આંગણે તલગાજરડામાં નામાંકિત કલાકારો સાથે કાર્યક્રમો રજૂ કરેલ.

૧૯૮૭માં ‘‘વનમેન શો’’ તરીકે સતત ત્રણ કલાક સુધી શ્રોતાઓને જકડી રાખનાર તેમના કાર્યક્રમો યાદગાર નીવડ્યા છે.

છેલ્‍લા વીસ વર્ષોથી શબ્‍દ દ્વારા લોકોને આનંદ આપી શકનાર શ્રી ભાસ્‍કર બારોટ તેની ઉપર સરસ્‍વતીની કૃપા ગણે છે. આવા ભાસ્‍કર બારોટને લોકકલા ક્ષેત્રે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરવાનો અમને આનંદ છે.

શ્રીમતિ વત્‍સલા પાટીલ

શ્રીમતિ વત્‍સલા પાટીલ

લોકકલા ક્ષેત્ર

નામ વત્‍સલા પાટીલ (લોક ગાયિકા) નો જન્‍મ વડોદરા (મરાઠી પરિવારમાં) થયો છે. સંગીત વારસામાં મળ્યું છે. પિતા અન્‍ના પાટીલ, માતા ઇન્‍દુબેન અને ભાઇ ગુરૂ વિક્રમભાઇના સહયોગથી આ મુકામ સુધી પહોંચ્‍યા છે. સાથે સાથે પતિ ડૉ. વિરેન્‍દ્ર શાંડિલ્‍ય અને પુત્ર અશ્વિનો પણ ખૂબ સાથ મળેલ છે.

૧૯૭૯થી સંગીત ક્ષેત્રમા’ પ્રવૃત્ત છે. ગરબા ગાયિકા તરીકે તેમનો પ્રથમ મોટો કાર્યક્રમ વડોદરામાં થયો છે. અનેક હિન્‍દી-ગુજરાતી ફિલ્‍મોમાં પાર્શ્‍વગાયિકા તરીકે કંઠ આપ્‍યો છે. ગરબા, ડાયરા, સુગમસંગીત, રેડિયો, ટી.વી. પર સતત અસંખ્‍ય કાર્યક્રમો દ્વારા છેલ્‍લા ૩૦ વર્ષથી કાર્યરત છે અને ગુજરાતની સંસ્‍કૃતિની સુગંધ ફેલાવવાનો પ્રયત્‍ન કર્યો છે.

પ્રથમ ગુજરાતી ફિલ્‍મ ‘‘મહીસાગરને આરે ઢોલ વાગે સે’’ એ પછી અસંખ્‍ય ગુજરાતી ફિલ્‍મોમાં જેમ કે રાજરાજવણ, ઢોલોમારો મલકનો, મહેંદી લીલી ને રંગ રાતો, દેશ રે જોયા દાદા પરદેશ જોયા, જેવી અસંખ્‍ય ફિલ્‍મોમાં કંઠ આપ્‍યો છે. અસંખ્‍ય ઓડિયો કેસેટમાં પણ કંઠના કામણ પાથર્યા છે. અને આ કેસેટો ખૂબ જ પ્રચલિત થઇ છે. જેમકે મહીસાગર ડીસ્‍કો, શરદપૂનમની રાત, પેપલડી, કેસરીઓ, મહીયારણ કંકુ, ગરબો વગેરે ખૂબ જ પ્રસિદ્ધ થયેલ છે.

અનેક જગવિખ્‍યાત મ્‍યુઝીક ડીરેકટર જેવા કે શ્રી ગોરાંગ વ્‍યાસ, શ્રી પંકજ ભટ્ટ, શ્રી ધીરજ ધાનક, શ્રી મહેશ-નરેશ કનોડીયા જેવા કલાકારો સાથે સ્‍ટેજ શો કરેલ છે. ઉપરાંત શ્રી પ્રફુલ્‍લ દવે, શ્રી યોગેશભાઇ ગઢવી, શ્રી અભેસિંહ રાઠોડ, શ્રી બિહારી ગઢવી, શ્રી વિનોદ રાઠોડ, શ્રી પાર્થિવ ગોહિલ, શ્રી સોનુ નિગમ, શ્રી રવિન્‍દ્ર સાઠે, શ્રી સુરેશ વાડેકરજી, શ્રીમતિ કવિતા કૃષ્‍ણમૂર્તિ, કુમારી સાધના સરગમ, શ્રીમતિ અલકા યાજ્ઞીક, સુશ્રી આશા ભોંસલે જેવા દિગ્‍ગજ કલાકારો સાથે કામકર્યું છે.

ગુજરાત સરકારનો શ્રેષ્‍ઠ પાર્શ્વગાયિકા એવોર્ડ ‘‘પાંદડું લીલું ને રંગ રાતો’’, ‘‘ઢોલો મારા મલકનો’’ – ૧૯૯૮-૧૯૯૯

ટ્રાન્‍સમિડિયા ગુજરાતી સ્‍ક્રીન એન્‍ડ સ્‍ટેજ એવોર્ડ ‘‘ધરતીનો છેડો ઘર’’ – ૨૦૦૨

‘‘મારે ટોડલે બેઠો મોર’’ – ૨૦૧૦

ધરાગુર્જરી એવોર્ડ શ્રેષ્‍ઠ પાર્શ્વગાયિકા ‘‘બલિહારી બળિયાદેવની’’ અ ૨૦૧૦

શ્રેષ્‍ઠ ગઝલ ગાયિકા શ્રી ખય્‍યામજીના હસ્‍તે – ૧૯૯૨-૧૯૯૩ સમાજરત્‍ન એવોર્ડ

૯૩.૫ રેડ એફ.એમ. વડોદરા આઇકોન ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા (ટોપ વુમન એવોર્ડ ૨૦૦૬)

વિશ્વ ગુજરાતી પરિષદ (મુંબઇ, વડોદરા, કેલિફોર્નિયા, ન્‍યુજર્સી)

આમ, ગુજરાતી લોક-સંસ્‍કૃતિને વિશ્વફલક પર પ્રસરાવવા અને સુવાસિત કરવા સતત પ્રયત્‍નશીલ એવા કસ્‍ટમઓફિસરની જવાબદારીવાળી નોકરીની સાથે કલાને જીવતી રાખતાં વત્‍સલા પાટીલને લોકકલા ક્ષેત્રે ગુજરાત રાજ્ય ગૌરવ પુરસ્‍કારથી સન્‍માનિત કરતા અમને આનંદ છે.

backtotop