પ્રવૃત્તિઓ | અમારા વિશે | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

પ્રવૃત્તિઓ

સંગીત, નૃત્ય અને નાટ્ય વિકાસ સંશોધન કાર્ય

વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિ ઝાંખી કરાવવા સંશોધન રિસર્ચ કામગીરી કરવામાં આવશે.

કવિ કાલીદાસ નિર્મિત નાટ્ય નિર્માણ કરવા આર્થિક સહાય

કવિ કાલીદાસ નિર્મિત અલભ્ય એવા નાટકનું નાટ્ય નિર્માણ કરનાર કલા સંસ્થા કે કલાકારનું આર્થિક સહાય ૫૦,૦૦૦/- લેખે

લોકસંગીત/ડાયરાના કાયક્રમને ઉત્તેજન આપવા

ગુજરાતની ભાતીગલ સંસ્કૃતિને મૂળ સ્વરૂપમાં સાચી ઓળખની ઝાંખી કરાવવા ગુજરાતનાં જુદા-જુદા ૨૦ જેટલા સ્થળોએ લોકસંગીત/ડાયરાના કાયક્રમો યોજવામાં આવશે.

પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સ્પર્ધા

પંડિત ઓમકારનાથની સ્મૃતિમાં ૧૨ થી ૧૯ વર્ષની વયના તથા ૨૦ થી ૩૫ વર્ષની વયના શાસ્ત્રીય સંગીતના કલાકારો માટે ગાયન, સ્વરવાદ્ય તથા તાલવાદ્યની પરીક્ષા લેવામાં આવે છે.

શાસ્ત્રીય સંગીત સભા

શાસ્ત્રીય સંગીતનો વધુ પ્રચાર થાય તે હેતુથી રાજ્યના આશાસ્પદ કલાકારોમાંથી પસંદગી કરીને પ્રથમ, દ્ધિતીય, તૃતીય તથા ચતુર્થ કાર્યક્રમ યોજવામાં આવે છે.

ભક્તિ સંગીત સંમેલન

રાજ્યની વિવિધ પરંપરાગત પ્રાચીન અને અર્વાચીન ભજન શૈલી તથા સંતવાણી જેવા કલા વારસાની જાળવણી માટે આ સમારંભ યોજવામાં આવે છે. ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ તા.૨૮ ઓગષ્ટ નિમિત્તે ભક્તિ સંગીત કાર્યક્રમ યોજવામાં આવે છે.

સંગીત નાટ્ય ભારતી રાજકોટની પરીક્ષા

શાસ્ત્રીય ગાયન, શાસ્ત્રીય વાદ્ય તેમજ શાસ્ત્રીય નૃત્યના ક્ષેત્રે પ્રારંભથી વિશારદ, અલંકાર સુધીની પરીક્ષાઓ લેવામાં આવે છે.

લોક સંગીત સમારોહ

પ્રાચીન લોકસંસ્કૃતિની જાળવણી માટે રાજ્યના રાષ્ટ્રીય તેમજ આંતરાષ્ટ્રીય કલાકારોનો સમારોહ યોજવામાં આવે છે. બોટાદ ખાતે રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણીની પુણયતિથિ નિમિત્તે તા.૦૯ માર્ચ તેમજ મહાત્માગાંધી નિર્વાણદિન/શહીદદિન તા.૩૦ જાન્યુઆરીના રોજ સ્વાતંત્ર્ય શૌર્ય ગાંધી ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

રાજ્ય તથા રાજ્ય બહારના નૃત્ય કલાકારોનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

તાનારીરી શાસ્ત્રીય સંગીત સમારોહ

દર વર્ષે આ સ્પર્ધામાં પસંદગી પામેલ ૨૦ થી ૨૫ એકાંકી નાટકો રજુ કરવામાં આવે છે.

રાજ્ય લોક નૃત્ય મહોત્સવ

દર વર્ષે ગાંધીનગર સંસ્કૃતિકુંજ ખાતે જે લોકત્સવ યોજવામાં આવે છે. તેમાં ભાગ લેતા વૃંદોના બે કાર્યક્રમ રાજ્યના અન્ય બે સ્થળે યોજવામાં આવે છે.

સુગમ સંગીત સંમેલન

રાજ્યના પ્રતિષ્ઠિત અને નવોદિત કલાકારોનું સંમેલન યોજવામાં આવે છે.

ગૌરવ પુરસ્કાર સમારોહ

સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવનાર ૧૨ કલાકારોને પ્રત્યેકને ૫૧,૦૦૦/- નો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર તથા પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.

પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત સમારોહ

પંડિત ઓમકારનાથની સ્મૃતિમાં યોજવામાં આવે છે.

બેજુ શાસ્ત્રીય સંગીત સમારોહ

સંગીતજ્ઞ બૈજનાથની સ્મૃતિમાં યોજવામાં આવે છે.

વિભાગીય ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા

આ નાટ્ય સ્પર્ધામાં ૧૫ થી ૨૦ જેટલા નાટકોને પસંદ કરી બે કે ત્રણ વિભાગમાં વહેંચી વિભાગ દીઠ ૬ નાટકોની સ્પર્ધા યોજવામાં આવે છે.

રાજ્યકક્ષા ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા

વિભાગીય ત્રિઅંકી નાટ્ય સ્પર્ધામાં પ્રથમ અને દ્ધિતીય ક્રમે આવેલ નાટકોની રાજ્યકક્ષાની સ્પર્ધા યોજવામાં આવે છે.

નાટ્ય તાલીમ શિબિર

યુવાન કલાકારોને નાટ્ય પ્રવૃતિઓમાં રસ લેતા કરવા માટે તથા નાટ્ય ક્ષેત્રના તજજ્ઞો દિગ્દર્શક તથા નાટ્ય લેખકોનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહે તે માટે પસંદગી પામેલ ૨૫ કલાકારોની ૭ દિવસની તાલીમ શિબિર યોજવામાં આવે છે.

backtotop